BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાંડ મંજૂર
BZ ફાઇનાન્સના કૌભાંડી આરોપી ભુપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજુર. 360 કરોડના ટ્રાન્ઝેક્શનથી લઈ વેબસાઈટ અને એજન્ટો અંગે પૂછપરછ કરશે CID ક્રાઈમ.
શુક્રવારે CID ક્રાઇમના હાથે પકડાયેલા ભુપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. CID ક્રાઈમે 14 દિવસના રિમાન્ડ સામે કોર્ટએ સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યા. CID ક્રાઈમ વતી હાજર થયેલા સરકારી વકીલ પ્રવીણ ત્રિવેદીએ દલીલના મુદ્દાઓમાં ટાક્યું હતું કે મલ્ટી લેવલ માર્કેટીંગના તારમાં કયા એજન્ટ સામેલ હતા તેની સાથે 360 કરોડના ટ્રાન્ઝેક્શનથી લઈ 19 શાખાઓના સંચાલન અને નાણાં રોકાણ કરનારા લોકો અંગેની માહિતી બારીકાઈથી મેળવવા માટે રિમાન્ડની જરૂરિયાત છે. વેબસાઈટના અલગ અલગ ડેટા અંગે પણ પૂછપરછ બાકી હોવાથી રિમાન્ડના 29 મુદ્દાઓ પૈકી એક મુદ્દો મુકવામાં આવતો હતો. એજન્ટના સરનામાઓ અને એજન્ટોને સોપાયેલી ગાડીઓ અંગે પણ તપાસ કરવા રિમાન્ડની જરૂર હોવાનું સરકારી વકીલે દલીલમાં ઉમેર્યું હતું. 17 મિલકત પૈકી દુકાનો અને પ્લોટ અંગે પણ પૂછપરછમાં ખુલાસા થાય તેવી શકયતા છે.