Valsad Car Accident | મહારાષ્ટ્રથી આવતી કારને વલસાડ પાસે નડ્યો અકસ્માત, પરિવાર સાથે કાર ખાડીમાં ખાબકી
મહારાષ્ટ્રના દાહણુંથી પરત ફરતા એક પરિવારને વજતા નજીક અકસ્માત નડયો છે. પુરપાડ ઝડપે આવી રહેલી કારના ચાલકે સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર બામખાડીમાં ખાબકી. અકસ્માત અંગે નજીકના શંકરતળાવ ગામના પૂર્વ સરપંચ રાકેશ પટેલને જાણ થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા. આટલું જ નહીં તેમણે નજીકના શિવશક્તિ યુવક મિત્ર મંડળના તમામ મિત્રોને બોલાવ્યા અને કારમાં ફસાયેલા તમામને કારના કાચ તોડી અંદર ફસાયેલા દંપતિ અને તેમના બે બાળકને બહાર કઢાયા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે વરસાદની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યું કે પરિવાર મહારાષ્ટ્રના દાહણું નજીક આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો.



















