Valsad Rape Case: વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો!
વલસાડમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધ પર લાંછન લગાવતો કિસ્સો. સાવકા પિતા પર લાગ્યો દીકરી પર દુષ્કર્મ કરવાનો આરોપ.. રેલવે કોલોની વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં આરોપી સાવકી પુત્ર પર દુષ્કર્મ આચરી રહ્યો હતો. ત્યારે જ ત્યાંથી પસાર થતા એક વ્યક્તિ જોઈ જતા તેણે પોલીસને જાણ કરી હતી. રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને બાળકીને છોડાવીને હવસખોર સાવકા પિતાની ધરપકડ કરી. હવસખોર સાવકા પિતાને ઝડપીને પોલીસે મેડિકલ ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ પણ રેલવે સ્ટેશનના વેઈટિંગ રૂમના શૌચાલયમાં એક કુલીએ બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની ઘટના બની હતી. જેમાં પણ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે આવા હેવાનોને કડક સજા થાય તેવી લોકો માગ કરી રહ્યા છે..



















