Jagdish Thakor: કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે સક્રિય રાજનીતિથી સન્યાસના આપ્યા સંકેત
ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતા જગદીશ ઠાકોરે આપ્યા સંન્યાસના સંકેત.. પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે..
સિદ્ધપુરમાં સોમવારે કૉંગ્રેસની જનાક્રોશ બેઠક મળી હતી.. જેમાં જગદીશ ઠાકોરે ચૂંટણી નહીં લડવા અને CWCની બેઠકમાં નવા ચહેરાઓને સ્થાન આપવાની માગ કરી. એબીપી અસ્મિતા સાથે વાત કરતા જગદીશ ઠાકોરે સ્પષ્ટ પણે કહ્યું કે હવે નવા અને યુવા ચહેરાઓને તક મળે તે માટે વડીલોએ તેમને આવકારવા જોઈએ.. તેમને ચૂંટણી માટે તૈયાર કરવા જોઈએ. એટલુ જ નહીં.. જગદીશ ઠાકોરે તો ત્યા સુધી કહી દીધુ કે કોઈપણ પદ પર રહીને જ કૉંગ્રેસ માટે કામ કરવુ જરૂરી નથી.. હોદ્દા વગર પણ પક્ષ માટે કામગીરી થઈ શકે છે.. કૉંગ્રેસ પક્ષે મને ઘણું આપ્યું છે..



















