Cough Syrup Tragedy: ઝેરીલા કફ સિરપનું નીકળ્યું ગુજરાત કનેકશન
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં માસૂમ બાળકોનો જીવ લેનાર ઝેરી સિરપનું ગુજરાત કનેકશન સામે આવ્યુ છે. સિરપ બનાવનાર ગુજરાતની બે ફાર્મા કંપનીઓ હાલ રડાર પર છે.બાવળાની રેડનેક્સ ફાર્મા અને સુરેન્દ્રનગરની શેપ ફાર્મા કંપની શંકાના દાયદા છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ નિર્ધારીત માત્રા કરતા વધુ ડ્રગ્સ વાળુ સિરપ ગુજરાતમાં બન્યું હતું. ત્રણ દિવસ સુધી રેડનેક્સ કંપનીમાં તપાસ ચાલી હતી. કફ સિરપ માટે સુરેન્દ્રનગરની કંપનીમાંથી કાચો માલ એટલે કે આ કેમિકલ ગયું હતુ.
ગાંધીનગર ડ્રગ્સ વિભાગની ટીમે સુરેન્દ્રનગરમાં તપાસ કરી. જો કે કંપનીના માલિકનો કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, કેમિકલ ડાયએથિલીન ગ્લાઈકૉલનું ઉત્પાદન ગુજરાતની કંપનીઓમાં થાય છે. આ કેમિકલ વધુ ઉમેરવાથી તે ઝેરી બને છે. આ કફ સિરપમાં ઝેરી કેમિકલની વધુ પડતી માત્રા જોવા મળી હતી. બંને સિરપ પર તાત્કાલિક રોક લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે . મધ્યપ્રદેશ, તમિલનાડુ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં આ સિરપના પ્રોડકશન અને વેચાણ પર પ્રતિબંધ લેગાવી દેવાયો છે.
















