શોધખોળ કરો

Cyclone Shakti Threat on Gujarat: વાવાઝોડું શક્તિ બિપરજોયની જેમ મચાવશે તબાહી?

Cyclone Shakti Threat on Gujarat: વાવાઝોડું શક્તિ બિપરજોયની જેમ મચાવશે તબાહી?

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એ પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે... હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે... વાવાઝોડાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.... 
સાયક્લોનિક સર્ક્યુલેશન 12 કલાક બાદ લો-પ્રેશરમાં પરિવર્તિત  થશે.... 36 કલાક બાદ લો-પ્રેશર ડિપ્રેશનમાં પરિવર્તિત થવાની આગાહી છે.... અપર એર સાયક્લોનિક સિસ્ટમને કારણે એક સપ્તાહ વરસાદ વરસશે....  ગુજરાત પર હાલ એકસાથે બે સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે.

સુરતમાં પવન સાથે વરસ્યો વરસાદ.. ધોધમાર વરસાદથી ઠેર ઠેર સર્જાયા જળબંબાકારના દ્રશ્યો.. રોડ-રસ્તાઓ થયા પાણી પાણી.. તો કેટલાક ઠેકાણે મહાનગર પાલિકાની પ્રિ-મોનસૂન કામગીરી પણ વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ.. ત્રણ દિવસના ઉકળાટ બાદ સુરતમાં આજે સવારે ધોધમાર વરસાદ વરસ્યો.. અડાજણ, પાલ, રાંદેર, અઠવાલાઈન્સ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદ વરસતા અશ્વિનીકુમાર ગરનાળા, ડભોલી હરિદર્શનના ખાડામાં વરસાદી પાણી ભરાયા..  વરાછાના ભવાની સર્કલ, ગજેરા સર્કલ પાસે વરસાદી પાણી ફરી વળ્યા હતા.. પવન સાથે વરસેલા વરસાદથી અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની.. શહેરના કતારગામ, ડુંભાલ, વરાછા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા...  ન માત્ર સુરત શહેર, ગ્રામ્ય વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.. ઓલપાડ, કામરેજ,કીમ, કોસંબા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો.. ઓલપાડમાં વરસેલા વરસાદથી સરસ ગામમાં વીજળી પડી.. વીજળી પડતા ખેતરમાં કામ કરતી મહિલાનું મોત નિપજ્યુ.. તો માંડવી તાલુકાના તડકેશ્વર ગામના પ્રવેશ દ્વાર પર જ વરસાદી પાણી ફરી વળતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો.. 

કમોસમી વરસાદે ફરી એકવાર સુરત જિલ્લાના ખેડૂતોને કર્યા પાયમાલ.. થોડા દિવસ અગાઉ વરસેલા વરસાદ બાદ ડાંગરના જે પાકને ખેડૂતો સુકવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.. એ જ ડાંગરના પાક કમોસમી વરસાદથી ફરી પલળી ગયો.. જરા જુઓ આ દ્રશ્યો.. રોડ પર સુકવવા માટે મુકેલ ડાંગર પલળી ગઈ.. આ દ્રશ્યો ઓલપાડ તાલુકાના કીમ સહિતના ગ્રામ્ય વિસ્તારોના છે.. માવઠાના કારણે ખેતર અને રસ્તાઓ પર પાણી ભરાતા ખેડૂતો ડાંગરનો પાક સૂકવવા માટે ડબલ મજુરી ખર્ચીને રોડ પર લાવ્યા.. પરંતુ આજે વરસેલા વરસાદથી એ ડાંગરનો પાક પણ પલળી ગયો.. સુકવેલ ડાંગરનો પાક ફરીવાર પલળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.. બીજી તરફ કમોસમી વરસાદ વરસતા અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતો પાક લઈને યાર્ડમાં જમા કરાવવા પહોંચી રહ્યા છે.. યાર્ડ બહાર ડાંગર ભરેલા વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે.. ઓલપાડ તાલુકામાં વરસેલા વરસાદથી મોટા પ્રમાણમાં ડાંગરનો પાક પલળી ગયો છે.. જેને લીધે વેપારી એસોસિએશને પણ ડાંગરની ખરીદી એક સપ્તાહ માટે બંધ કરી દીધી છે.. ત્યારે ખેતી વિસ્તરણ અધિકારીએ જણાવ્યું કે જે ખેડૂતોના ડાંગરના પાકને નુકસાન થયુ છે તેમનો સર્વે કરી તેનો રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે..

તો આ તરફ ભરૂચ અંકલેશ્વરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો આવ્યો હતો.... શહેરી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો.... વાલિયા પંથક, જીઆઈડીસી વિસ્તાર, ઝઘજિયા, હાંસોટમાં વરસાદ ખાબક્યો.... આ તરફ દીવા રોડ અને પીરામણ ગામની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા... 

વલસાડમાં મોડી રાતથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી.... કપરાડા અને ધરમપુર સહિત જિલ્લાના વાપી, પારડી અને ઉમરગામ તાલુકાના પણ કેટલાક આફતરૂપી વરસાદ ખાબક્યો... 

ભાવનગરમાં પણ વહેલી સવારે આફતરૂપી વરસાદ ખાબક્યો....  પાલીતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો.....  પાલીતાણાના ધેટી, દુધાળા, કણજરડા, આદપુર, નાનીમાળ, વિરપુર, જીવાપુર, જામવાળી, રાજસ્થળી, સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ.... આ સાથે મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સેદરડા, બગદાણા, કોટિયા, વાવડી, કળમોદર સહીતના ગામોમાં કમોસમી વરસાદ થયો...... 

ભાવનગરમાં આફતરૂપી વરસાદે ખેડૂતોને બરબાદ કર્યા છે....  જેસર તાલુકાના ઉગલવાણ ગામે ખેડૂતોએ ડુંગળીના પાક પર ટ્રેકટર ફેરવી દીધું.... માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ ખેડૂતોને 25 પૈસાથી લઈ એક રૂપિયા સુધીના મળી રહ્યા છે.... 

તો આ તરફ મહુવા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ લાલ ડુંગળીનો પાક પલળી ગયો..... અંદાજે સાત હજાર લાલ ડુંગળીના થેલા આ રીત પલળી ગયા.... માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પાસે સગવડતા હોવા છતા આ રીતે પાક ખુલ્લામાં રખાતા તમામ પાક પલળી ગયો..... 

રાજકોટના ધોળીધાર ગામે વરસાદ વરસતા બળદ ગાડુ તણાયાનો વીડિયો વાયરલ.. મંગળવારે ધોળીધારના ગ્રામ્ય પંથકમાં ધોધમાર ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.. વરસાદ વરસતા નદીમાં અચાનક પૂર આવી જતા બળદ ગાડુ તણાયુ હતુ.. જો કે પૂરમા ખેડૂતનો આબાદ બચાવ થયો હતો.. જ્યારે બળદ નદીના પૂર વચ્ચે જ ફસાયા હતા.. બળદને બચાવવા માટે આસપાસના ખેડૂતોએ એકઠા થઈને મહામહેનતે બળદને બચાવીને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા..

સાવરકુંડલા પંથકમાં સતત બીજે દિવસે પણ અનુરાધાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલાના સીમરન અને ગાધકડા ગામની શેરીઓના રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ. સાવરકુંડલા પંથકમાં ભારે પવન અને વરસાદના લીધે ગ્રામ્ય વિસ્તારોના કેટલાક ભાગમાં વીજળી ગૂલ થઈ ગઇ હતી. ગાધકડા, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, ખાંભાના નેસડી, તાતણીયા દાઢીયાળી,નાનુડી,ઉમરીયા સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબકતાં તલ, બાજરી, ડુંગળી, સહીતના પાકને પારાવાર નુકસાન થયું હતું.  અમરેલીના લાઠી, ખાંભા ગીર પંથક સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો... નેસડી, તાતણીયા દાઢીયાળી, નાનુડી, ઉમરીયા ગામોમાં કમોસમી વરસાદ...

તો આ તરફ ગીર સોમનાથના કોડીનાર, સૂત્રાપાડા પંથકમાં વરસાદ... અડવી, મીતીયાજ, દેવળી, મજેવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ.. ઉના અને ગીર ગઢડામાં પણ વરસાદ ખાબક્યો... ખેતરો જળબંબાકાર થતા જગતનો તાત ચિંતિત થયો છે.. 

ગુજરાત વિડિઓઝ

Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
ABP Premium

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર! જાન્યુઆરીમાં સતત 4 દિવસ બેંકો રહેશે બંધ ? 27મીએ હડતાળનું એલાન
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
6,6,6,6,6,6,6,6,6,6... વૈભવ સૂર્યવંશીએ 8 છગ્ગા સાથે દક્ષિણ આફ્રિકામાં તબાહી મચાવી, વનડેમાં ટી20 જેવી બેટિંગ, જુઓ Video
Embed widget