Dwarka News: દરિયા કાંઠેથી કરોડો રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપાયો
દ્વારકા દરિયાઈ પટ્ટી નજીક કરોડોની કિંમતનું ચરસ બિનવારસી મળી આવ્યું. મોડીરાત્રે વરવાળા અને રૂપેણ બંદર નજીક દરિયા કિનારેથી બિન વારસુ હાલતમાં અંદાજીત 30 જેટલા પેકેટ ઝડપાયા. જેની કિંમત 16 કરોડ હોવાની પ્રાથમિક માહિતી છે...હાલ તો દ્વારકા દરિયાઈ પટ્ટીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા હાર્દિક પ્રજાપતિ દ્વારા આ બાબતે દરિયા કિનારા પર સઘન તપાસ વગેરે એજન્સી ને સાથે રાખી હાથ ધરવામાં આવી છે. આમ દ્વારકા જિલ્લા એસઓજીને મોટી સફળતા મળી છે.
આ બતાવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયા વગર કોઈ અઠવાડિયું ખાલી જતું નથી. આમ ગુજરાત જાણે ડ્રગ્સનું ટ્રાન્સપોર્ટેશન હબ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતનો દરિયાકાંઠો, ગુજરાતનું રણ, ગુજરાતના મેટ્રો શહેરો, ગુજરાતના નાના શહેરો અને ગામોમાંથી પણ ડ્રગ્સ પકડાવવા માંડ્યુ છે. આ બતાવે છે કે દેશમાં ડ્રગ્સની ખપત કેટલી વધી રહી છે અને નશાખોરીનો વ્યાપ કેટલો વધ્યો છે.




















