Surendranagar Farmer: સુરેન્દ્રનગરમાં એરંડાના પાકમાં કાળી ઈયળના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન
સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ લાખ કરતા પણ વધુ હેકટર માં ચોમાસુ વાવેતર કરવામાં આવ્યો હતો જેમાં કપાસ અડદ મગ તલ મગફળી અને એરંડા જેવા પાકોનું સમાવેશ થાય છે ત્યારે અતિવૃષ્ટિ ના કારણે કપાસ મગફળી જેવા પાકોને તો નુકસાન થયું જ હતું ત્યારે હવે એરંડા ના પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે હવામાન અને અતિવૃષ્ટિના કારણે એરંડામાં કાળી ઈયળ નો ઉપદ્ર વધવાથી ખેડૂત ચિંતાતુર બન્યો છે
અતિવૃષ્ટિએ ખેડૂતોને પારાવાર નુકસાન કર્યું. હવે કાળી ઈયળે તરખાટ મચાવતા ખેડૂતોની ચિંતા વધારી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોએ કપાસ. મગફળી... અડદ... મગ... તલ અને એરંડા સહિતના પાકનું વાવેતર કર્યું હતું. પાછોતરા વરસાદથી કપાસ અને મગફળીના પાકને તો નુકસાન થયું. હવે કાળી ઈયળના ઉપદ્રવથી એરંડાના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે, હવે તો દવાનો છંટકાવ કરવો પણ પોષાય તેમ નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં 50,000 જેટલા હેક્ટર જમીનમાં એરંડાનું વાવેતર છે. જેમાં ધાંગધ્રા અને દસાડા તાલુકામાં સૌથી વધુ છે.