Gujarat Politics: કયા પક્ષમાંથી ચૂંટણી લડશે...?: ખજૂરભાઈ શું કરી સ્પષ્ટતા
સોશલ મીડિયા ઈન્ફ્લુએન્સર નીતિન જાની એટલે કે ખજુરભાઈની રાજનીતિમાં થશે એન્ટ્રી. ખજૂરભાઈએ વર્ષ 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો છે. રાજકોટના એક કાર્યક્રમમાં રાજનીતિમાં પ્રવેશવાનું મન બનાવી લીધાનું ખજૂરભાઈએ સ્પષ્ટ નિવેદન કર્યુ.. એટલુ જ નહીં. ખજૂરભાઈએ ભણેલા ગણેલા યુવાનોને પણ ચૂંટણી લડવાની અપીલ કરી. સાથે જ કહ્યુ કે પાર્ટી ગમે તે હોય, એક્શનમાં વટ્ટથી ચૂંટણીમાં ઉતરજો. જો કે ખજૂરભાઈએ બેઠક અને રાજકીય પક્ષ હજુ નક્કી ન કર્યાનો દાવો કર્યો છે. પરંતુ ખજૂરભાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની કાર્યશૈલીની પ્રશંસા કરી.
રાજનીતિમાં જોડાવવાના ખજૂરભાઈના નિર્ણયને પ્રદેશ કૉંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આવકારી. સાથે જ કહ્યુ કે કર્મઠ અને સેવાની ભાવના ધરાવતા લોકોએ રાજનીતિમાં આવવુ જોઈએ.. આશા છે કે ખજૂરભાઈ રાજનીતિમાં આવ્યા બાદ પણ લોકસેવા ચાલુ જ રાખશે. સાથે જ કૉંગ્રેસના દરવાજા હમેશા માટે ખજૂરભાઈ માટે ખુલ્લા રહેવાનો ડૉક્ટર મનીષ દોશીએ દાવો કર્યો.




















