શોધખોળ કરો

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ૧૯૦૩ સ્ટાફનર્સની ભરતી કરવાનો નિર્ણય કરાયો છે.

રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલમાં સીધી ભરતીથી આ સ્ટાફનર્સની ભરતી કરીને નિમણૂંક કરવામાં આવનાર છે.

આ જગ્યાઓ માટે તા. ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થશે.

OJAS પ્લેટફોર્મના માધ્યમથી  લાયક ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના પરિણામ અને પસંદગી યાદી પ્રસિધ્ધ કરી ડોક્યુમેન્ટ ચકાસણી કરવામાં આવશે.

ડૉક્યુમેન્ટ્સ ચકાસણીના અંતે આખરી મેરિટ યાદી પ્રસિધ્ધ કરાશે. આખરી મેરીટ યાદીમાં સમાવેશ થતા ઉમેદવારોને સંપૂર્ણપણે પારદર્શી પ્રક્રિયા હાથ ધરીને નિમણૂંક આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ સમગ્ર ભરતી પ્રક્રિયા ૬ થી ૮ મહિનામાં પૂર્ણ કરવામાં આવનાર છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યમાં ૧૦ વર્ષ પહેલા સ્ટાફનર્સ વર્ગ  ૩ ની કુલ – ૭૭૮૫ જગ્યાઓ મંજૂર કરાઇ હતી. જે મંજૂર જગ્યાઓમાં સમયાંતરે જરૂરિયાત પ્રમાણે વધારો કરવામાં આવ્યો છે.હાલમાં રાજ્યના  વિવિધ આરોગ્ય કેન્દ્ર અને હોસ્પિટલમાં કુલ ૧૨,૧૦૧ જગ્યાઓ મંજૂર છે. રાજ્યમાં છેલ્લા ૧૦ વર્ષમાં કુલ ૭૭૩૨ સ્ટાફ નર્સ વર્ગ 3 ની જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવી છે.

સ્ટાફનર્સની બઢતી / વયનિવૃત સહિતના વિવિધ કારણે ખાલી પડતી જગ્યાઓ ભરવા દર બે વર્ષના અંતરે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

ગુજરાત વિડિઓઝ

Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 

Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?

ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી

GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બુલડોઝર પર બબાલ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને ડામ કેમ ?Mega Demolition Drive: દ્વારકા અને જામનગરમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે રેન્જ IGની પ્રેસ કોન્ફરન્સPM Modi: કોંગ્રેસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું કર્યું અપમાન: પ્રધાનમંત્રી મોદીના સોનિયા ગાંધી પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે દેશનું બજેટ 
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાનો દબદબો યથાવત: સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ બીજી શ્રેણી જીતી
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
GST વિભાગમાં સાગમટે 62 અધિકારીઓની બદલીના આદેશ, જાણો કોને ક્યાં મૂકાયા?
બજેટ પહેલા સોનામાં છપ્પરફાડ તેજી: એક જ દિવસમાં 1100 રૂપિયા ભાવ વધ્યો, જાણો 10 ગ્રામની કિંમત કેટલી થઈ

"દરેકને મરવું છે, પણ ગંગાના કિનારે મરે…..": મહાકુંભની નાસભાગ પર ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ મુર્મુને કહ્યું-Poor Lady, BJPએ કહ્યું- સર્વોચ્ચ પદ પર બેઠેલ આદિવાસી મહિલાનું અપમાન

8મું પગાર પંચ: કર્મચારીઓને ઝટકો! પગારમાં માત્ર 10 થી 30 ટકાનો વધારો થશે?

Embed widget