Gujarat ATS: ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી, આતંકી પ્રવૃત્તિ માટે આવેલા 3 શંકાસ્પદોની અટકાયત
ગુજરાત ATSએ કરી મોટી કાર્યવાહી. ગાંધીનગરના અડાલજ પાસેથી આતંકી પ્રવત્તિઓ સાથે સંકળાયેલા 3 શખ્સોની ATSએ ધરપકડ કરી છે. ATSની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. જે બાદ ATSની ટીમ દ્વારા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે હાલ ત્રણેયની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્રણેય શખ્સ કઈ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. કોઈ આતંકી હુમલા સહિતના કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ તે સમગ્ર મામલે હાલ ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. બપોરે 1:00 વાગ્યે સત્તાવાર રીતે ગુજરાત ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવશે.ચાર મહિના પહેલા પણ ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા



















