Gujarat Congress News: પ્રદેશ કૉંગ્રેસ બન્યું વધુ આક્રમક, દૂધ સત્યાગ્રહ નામથી શરૂ કરશે આંદોલન
28 જુલાઈથી પ્રદેશ કૉંગ્રેસ શરૂ કરશે દૂધ સત્યાગ્રહ નામથી આંદોલન. 28 જુલાઈએ આણંદમાં કૉંગ્રેસ પશુપાલકોનું મહાસંમેલન યોજશે. આણંદ બાદ મહેસાણા, સાબરકાંઠામાં કૉંગ્રેસ યોજશે દૂધ સત્યાગ્રહ
ગુજરાતમાં કોંગ્રેસ હવે "દૂધ સત્યાગ્રહ" નામે એક મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, જેનો પ્રારંભ જુલાઈ 28 ના રોજ આણંદથી થશે. આ આંદોલનમાં રાહુલ ગાંધી પણ જોડાઈ શકે છે. કોંગ્રેસનો મુખ્ય હેતુ દૂધ ઉત્પાદકોને સબસિડી આપવાની માંગણી, દૂધ સંઘની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા લાગુ કરાતી મેન્ડેટ પ્રથાનો વિરોધ, અને "ઉજળા દૂધના કાળા કારોબાર" સામે અવાજ ઉઠાવવાનો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપના નેતાઓ અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન મળીને દરરોજ સવા કરોડ લિટર દૂધ રાજ્ય બહારથી લાવી રહ્યા છે અને ડેરી ભરતીઓમાં ભ્રષ્ટાચાર થાય છે. આણંદના મહાસંમેલન બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ આ આંદોલન વિસ્તરશે.



















