શોધખોળ કરો

Gujarat Cyclone Threat : Ambalal Patel ની ભયંકર આગાહી, વાવાઝોડું મચાવશે તબાહી!

Gujarat Cyclone Threat : Ambalal Patel ની ભયંકર આગાહી, વાવાઝોડું મચાવશે તબાહી!

Gujarat cyclone update:  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્ય પર વાવાઝોડાની આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમન સર્જાઇ રહી છે. અરબી સમુદ્રમાં 24મેની આસપાસ સાયક્લોનિક સર્કયુલેશન સર્જાશે. અંબાલાલના આંકલન મુજબ હવાનું દબાણને જોતા વાવાઝોડાની શક્યતા નકારી શકાય નહિ.  હળવા હવાના દબાણના કારણે વાવાઝોડુ લો-પ્રેશરમાં પરિવર્તિત થશે. 24થી 28 મે વચ્ચે વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ જો વાવાઝોડુ ઉદભવે તો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. વાવાઝોડાના પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. જો ગુજરાત તરફ વાવાઝોડું ફંટાશે તો  ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અંબાલાલના આંકલન મુજબ  વાવાઝોડુ લેન્ડફોલ ક્યાં થશે તે કહેવું મુશ્કેલ છે. વાવાઝોડુ સમુદ્રમાં વિખરાઈ પણ શકે છે.

હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

 હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 22મેથી 27 મે સુધી ગાજવીજ સાથે ભારે વરસાદનું અનુમાન છે. 27 મે મે સુધી ક્યાંક સાર્વત્રિક તો ક્યાંક છૂટ્ટાછવાયા વરસાદની આગાહી છે.હવામાન વિભાગે ગુજરાતમાં  સાત દિવસ વરસાદની આગાહી કરી છે. ગુજરાત પર એકસાથે બે- બે સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ સુધી ભારે પવન અને ગાજવીત સાથે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર- કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. મોટાભાગના સ્થળે ગાજવીજ સાથે મધ્યમ વરસાદનું અનુમાન છે.

વામાન વિભાગની આગાહી વચ્ચે સુરત શહેરમાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ ગઇ છે. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ભારે વરસાદથી ડભોલી હરિદર્શનના ખાડામાં  પીણી ભરાયા હતા. વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને પારાવાર મુશ્કેલનો સામલો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતત છે. માવઠાથી ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. આ વરસાદે બાગાયતી પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે. કેરી સહિતના પાકને નુકસાન થયું છે.

રાજ્યમાં આગામી ત્રણ કલાક વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગે આગાહી કરી હતી કે રાજ્યના અમુક જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદનો અંદાજ છે. વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ, અમદાવાદમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરાઇ હતી. બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર જિલ્લામાં પણ વાવાઝોડા સાથે વીજળી પડવાની શક્યતા છે. પવનની ગતિ 40 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના છે.

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ક્યાંક છૂટ્ઠાછવાયા તો ક્યાંક ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ચાર-પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જવાની શક્યતા છે. જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે.

ગુજરાત વિડિઓઝ

Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
Post Office ની ગજબ સ્કીમ, રોજ બચાવો માત્ર 195 રુપિયા... મળશે 10 લાખ 
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget