Gujarat: રાજ્યના 12 જિલ્લામાં આજે માવઠાનું સંકટ, પવનની ગતિ 40 કિમી પ્રતિકલાક રહેશે | Abp Asmita | 13-4-2025
Gujarat: રાજ્યના 12 જિલ્લામાં આજે માવઠાનું સંકટ, પવનની ગતિ 40 કિમી પ્રતિકલાક રહેશે | Abp Asmita | 13-4-2025
હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં આજે પણ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદ સહિત 12 જિલ્લામાં હળવા વરસાદનનું અનુમાન છે. સુરત, નર્મદા, ડાંગ, નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તાપી, દમણ,અમરેલી, ભાવનગરમાં પણ માવઠાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.આ સિવાય બોટાદ-ભરૂચ-આણંદના કેટલાક વિસ્તારમાં છુટછવાયો હળવો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 15 એપ્રિલ સુધી રાજ્યમાં 30થી 40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક
જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે. આ જિલ્લામાં પણ સાર્વત્રિક નહિ પરંતુ છુટછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના આંકલન મુજબ હાલ ગુજરાતમાં એન્ટીસાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે પવનની ગતિ વધી છે, તો બીજી અન્ય રાજ્યો પર બનેલી વરસાદી સિસ્ટમના કારણે વાતા ઠંડા પવનની અસરથી ગુજરાતના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી છે.


















