Gujarat Rain Data : ગુજરાતમાં અત્યાર સુધીમાં 42 તાલુકામાં વરસાદ, સુબીર અને ડોલવલણમાં 3-3 ઇંચ વરસાદ
Gujarat Rain Data : ગુજરાતમાં અત્યાર સુધીમાં 42 તાલુકામાં વરસાદ, સુબીર અને ડોલવલણમાં 3-3 ઇંચ વરસાદ
Gujarat Rain Update: ગુજરાતમાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં 42 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણ તાલુકામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે 4થી7 જુલાઇની વચ્ચે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા છેલ્લા 24 કલાકમાં 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સોથી વધુ સૌથી વધારે વલસાડના કપરાડામાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. અન્ય તાલીકાના છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં તાપીના ડોલવણમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. ડાંગના સુબિરમાં પોણા બે ઈંચ, વલસાડના ઉમરગામમાં દોઢ ઈંચ, વલસાડના ધરમપુરમાં સવા ઈંચ,વાપીમાં એક ઈંચ, ખેરગામ, કુકરમુંડામાં એક ઈંચ, ઉપરાંત પારડી અને વિજયનગરમાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. 24 કલાકમાં 77 તાલુકામાં અડધો ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં જુલાઈ મહિનામાં સરેરાશ 12 ઈંચ કરતા વધુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. અપર એર સાયક્લોનિક સરર્ક્યુલેશન, ટ્રફની સિસ્ટમ અને લોપ્રેશર સક્રિય થવાની ભારે વરસાદની શક્યતા છે. સમગ્ર જુલાઈ મહિનામાં અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.


















