(Source: ECI/ABP News/ABP Majha)
Heavy Rain Alert | આજે ગુજરાતના 10 જિલ્લાઓ ઘમરોળાશે, જુઓ મોટી આગાહી
ઉત્તર ગુજરાતમાં વરસશે ભારે વરસાદ આગાહી કરી છે.. હવામાન વિભાગ મુજબ સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિત કુલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને તેને લઈ ઉત્તર ગુજરાતમાં વરસશે ભારે વરસાદ તો આ તરફ સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે જો કે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા ,સાબરકાંઠા ,ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, મોરબી, અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના મતે ઓગસ્ટની જેમ સપ્ટેમ્બર મહિનામાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ વરસશે. જો કે ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 118% વરસાદ વરસી ચૂક્યો છે. તો આ તરફ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો. ટીંટો ઈસરોલ જીવનપુર પંધકમાં વરસાદ. માલપુર અને મોડાસા હાઈવે પર પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાઈવે પર વરસાદના કારણે વાહન ચાલકો પણ પરેશાન થતા જોવા મળ્યા.