Junagadh Rains : જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટીનામાં મેઘમહેર, માંગરોળ-કેશોર રોડ પર ભરાયા પાણી
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. માંગરોળમાં ધોધમાર વરસાદને કારણે કોઝવે બંધ કરવામાં આવ્યો છે. કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. માળીયા નજીક કામનાથ મહાદેવ તરફનો રસ્તો બંધ થયો હતો. કોઝવે પર વાહનોની અવરજવર પણ બંધ કરવામાં આવી છે. કોઝવેની બંને બાજુએ બેરીકેટ લગાવાયા છે. પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ પણ કોઝવેની મુલાકાત કરી હતી.
માંગરોળથી કેશોદ તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. સવારના 6 થી 8 વચ્ચે અઢી ઇંચ અને 8 થી 10 વચ્ચે દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા છે. વરસાદી તબાહીથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો છે. મુખ્ય રસ્તાઓ પર પુલ બનાવવા સ્થાનિકોની જોરદાર માગ છે. ભાટ સિમરોલી, સુલતાનપૂર, રુદલપુર, માનખેત્રા, વલ્લભનગર સહિત ગામ જવાના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે.

















