Gujarat Rains Forecast: ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસશે ભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસશે ભારે વરસાદ. આ આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી પાંચ દિવસ વરસશે વરસાદ. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્કયુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. આજે 13 જિલ્લા અને બે સંઘપ્રદેશમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે... યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરીએ તો મહિસાગર, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. તો બે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસશે ભારે વરસાદ.. તો દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાનું અનુમાન વ્યકત કરાયું. ત્રણ- ત્રણ સિસ્ટમ સક્રિય થતા માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 85.73 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 89.10 ટકા, ઉત્તર ગુજરાતમાં 88.73 ટકા, કચ્છમાં 85.14 ટકા, સૌરાષ્ટ્રમાં 83.84 ટકા અને મધ્ય ગુજરાતમાં 81.03 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ કરતાં 13% વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

















