Gujarat Rain Update: ગુજરાતમાં આજે કયા તાલુકામાં કેટલો ખાબક્યો વરસાદ? જુઓ મોટા સમાચાર
ત્રણ દિવસના વિરામ બાદ રાજકોટના ઉપલેટામાં વરસ્યો ધોધમાર વરસાદ.. ઉપલેટાના કાદી વિસ્તાર, ભાદર ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, બસ સ્ટેન્ડ ચોક, સ્ટેશન રોડ, માર્કેટિંગ યાર્ડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા. તો ઉપલેટાના ગ્રામ્ય વિસ્તાર ચીખલીયા, હાડફોડી, સમઢીયાળા, લાઠ, ભીમોરા, કુંઢેચ, મજેઠી, ડુમિયાણી, કાથરોટા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા.
રાજકોટ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. એક તરફ જ્યાં રાજકોટમાં ધીમીધારે વરસાદ વરસ્યો. તો બીજી તરફ જિલ્લાના અલગ અલગ તાલુકામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી. ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા.. ધોરાજી શહેરના ચકલા ચોક, સોની બજાર, શાક માર્કેટ રોડ, ગેલેક્સી ચોક, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો.. ભારે વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા.. બીજી તરફ ધોરાજીના ભુતવડ, ફરેણી, તોરણીયા, ગુંડાળા, નાની પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો..
યલો એલર્ટની વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસ્યો વરસાદ. આજે દ્વારકા તાલુકામાં અઢી ઈંચ, ખંભાળીયામાં પોણા બે ઈંચ અને ભાણવડ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો. સતત બીજા દિવસે વરસેલા ધોધમાર વરસાદથી યાત્રાધામ દ્વારકાના રોડ-રસ્તા પાણી પાણી થયા. તો ભાણવડમાં પણ પવન સાથે વરસાદ વરસતા અલગ અલગ વિસ્તારો જળમગ્ન થયા. તો જામખંભાળીયા પંથકમાં પણ બે કલાકમાં પોમા બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. હરીપર, રામનગર, હર્ષદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા રોડ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં મેઘરાજાએ વરસાવ્યુ હેત. જૂનાગઢ શહેરના ઝાંઝરડા ચોકડી, ઝાંસીની રાણી સર્કલ, આઝાદ ચોક, કાળવા ચોક, વણઝારી ચોક, દિવાન ચોક સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો. વરસાદ વરસતા થોડા સમય માટે વિઝિબિલિટી પણ ડાઉન થઈ. તો રોડ પર પણ જળભરાવથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.
યલો એલર્ટની વચ્ચે કચ્છમાં વરસ્યો ધોધમાર વરસાદ.. માંડવી,અંજાર, રાપર, ભૂજ, નખત્રાણા, અબડાસામાં મેઘરાજા મન મુકીને વરસ્યા. માંડવી તાલુકાના કોડાય, લાઈજા, ભાડાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો ગઢશીશા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ વરસતા ગામની શેરીઓમાં ગોઠણસમા પાણી ભરાયા.. તો રસ્તાઓ પરથી જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગામમાં જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત વરસાદી પાણીનું જ સામ્રાજ્ય જોવા મળ્યુ. તો નખત્રાણાના દેવપર, વિથોલ, સાગનારા, ભુજ તાલુકાના મોખણા, દહીંસરા, દેસલપર, અંજાર તાલુકાના ખેડોઈ, મથડા, નવી દુધઈ, ધમડકાની સાથે અંજાર તાલુકાના ખેંગારપર, રામવાવ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.















