Gujarat Rains Forecast: એક સપ્તાહ મેઘરાજા બોલાવશે ભુક્ક: હવામન વિભાગનું એલર્ટ
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ફરી એકવાર કહેર વર્તાવી રહ્યાં છે. ઉત્તર ગુજરાતથી લઇને અમદાવાદ-ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જનજીવન પર અસર પહોંચી છે. હવામાન વિભાગ અનુસાર, આગામી એક અઠવાડિયુ ભારે વરસાદ વરસશે. હવામાન વિભાગે નાવકાસ્ટ જાહેર કરીને ત્રણ કલાક માટે ક્યાં ક્યા વરસાદ પડશે તેની ચેતવણી આપી છે.
રાજ્યમાં વરસાદનો મોટો રાઉન્ડ શરૂ થયો છે, લાંબા વિરામ બાદ છેલ્લા બે દિવસથી ઠેક-ઠેકાણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવે આ બધાની વચ્ચે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરી છે. હવામાન અપડેટ પ્રમાણે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયુ ધોધમાર વરસાદ વરસશે, એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લામાં એલર્ટ અપાયુ છે. આજે રાજ્યમાં સાત જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયુ છે. સંઘ પ્રદેશ દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં આજે ઓરેન્જ એલર્ટ છે. જ્યારે રાજ્યના 13 જિલ્લામાં આજે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. મહત્વનું છે કે, રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 67 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

















