Jan Kranti Maha Rally in Mehsana: લગ્ન નોંધણી કાયદામાં ફેરફારની માગ સાથે મહેસાણામાં રેલી
મહેસાણા જિલ્લા પાટીદાર આંદોલન સમિતિએ કર્યું જનક્રાંતિ મહા રેલીનું આયોજન. પ્રેમ લગ્ન કાયદામાં સુધારો લાવવાની માગ સાથે યોજાયેલી આ રેલીમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો પણ જોડાયા. 84 પાટીદાર સમાજના પ્રમુખ કે.કે. પટેલ, અર્બન બેંકના ચેરમેન ડી.એમ.પટેલ, મહેસાણા કૉંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર, ગીતાબેન પટેલ, દિનેશ બાંભણીયાની ઉપસ્થિતમાં મોઢેરા રોડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી.. પ્રેમલગ્નમાં માતાની સહી ફરજીયાત કરવાની માગ, પ્રેમલગ્ન નોંધણીના કાયદાઓાં ફેરફાર કરવો, યુવતી જે વિસ્તારની હોય તે વિસ્તારની કોર્ટમાં જ પ્રેમલગ્ન થવા, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ રાખવી, 30 વર્ષ પછી જે પ્રેમલગ્ન કરે તે યુવક-યુવતીએ માતાપિતાના નામે 10 લાખની ફિક્સ ડિપોઝીટ કરવી, પ્રેમલગ્ન કરે તેને માતાપિતાની મિલકતમાંથી બેદખલ કરવા સહિતના અલગ અલગ મુદ્દાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું..



















