Junagadh Rain Update | સરાડિયા ગામ પાસે પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળેલ.. જે અંતર્ગત જૂનાગઢ - પોરબંદર રોડ પર પાણી ફરી વળ્યા હતા..સરાડિયા ગામ પાસે જૂનાગઢ - પોરબંદર રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યહવાર ખોરવાયો હતો..
આ દ્રશ્યો કોઈ નદીના નથી.. આ દ્રશ્યો કોઈ તળાવના નથી.. દ્રશ્યો જૂનાગઢ પોરબંદર હાઈ વે પરના છે,, જ્યા ભાદર નદીના પાણી ફરી વળ્યા.. અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડેલ.. બાટવા થી પોરબંદર તરફ જતા વાહન ચાલકો અહીં ફસાયેલાં જોવા મળેલ..
અહીં દર ચોમાસામાં આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે..ભારે વરસાદ બાદ ભાદર નદીના પાણી આ રસ્તા પર ફરી વળે અને વાહન વ્યવહાર ખોરવાઈ છે..અનેક વખત પૂર્વે માંગ કરાઈ છે કે આ રસ્તાને ઉંચો લેવામાં આવે.. જેથી પાણી ભરાઈ જવાની સમસ્યા ન સર્જાઈ...

















