Kheda Syrup Scam | ખેડા ઝેરી સીરપકાંડનો આરોપી રાજદીપસિંહ વાળા 9 દિવસના રિમાન્ડ પર
Kheda Syrup Scam | ખેડા સીરપકાંડ મામલે વધુ એક પકડાયેલ આરોપી રાજદીપસિંહ વાળા ના રિમાન્ડ મંજૂર. કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પોલીસે માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ. 18 ડિસેમ્બર સુધી રાજદીપસિંહ વાળાના રિમાન્ડ. રિમાન્ડ દરમિયાન થઈ શકે છે અનેક ખુલાસાઓ. રાજદીપસિંહ સીરપ બનાવવાની ફોર્મ્યુલા અને પેકેજીંગ માટેની મશીનરી નો હતો જાણકાર. રાજકોટના જેતપુર ના મેવાસા ગામનો રહેવાસી છે રાજદીપસિંહ. કેવી રીતે સીરપ બનાવતો હતો તેની કામગીરી શું હતી તેના થશે ખુલાસા. સીરપમાં કયા કયા પદાર્થોનું મિશ્રણ કરવામાં આવતું હતું તેના થઈ શકે છે ખુલાસા. અન્ય કોણ કોણ આમાં સંડોવાયેલા છે તેના પણ નામો આવી શકે છે બહાર. આ સીરપ કઈ કઈ જગ્યાએ પહોંચાડવામાં આવતી હતી તેના પણ થઇ શકે છે ખુલાસા. બે વર્ષથી સિરપકાંડનો મુખ્ય આરોપી યોગેશ ઉર્ફે યોગી સિંધી સાથે સંકળાયેલો હતો રાજદીપસિંહ વાળા.

















