Kunvarji Bavaliya | કુંવરજી બાવળિયાએ કોળી સમાજની બેઠક અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
હું તો વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમમાં આવ્યો છુઃ કુંવરજી બાવળિયાએ કોળી સમાજની બેઠક અંગે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
ગુજરાત સરકારના પાણી પુરવઠા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા છે. પાણી અને પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રીવ્યુ બેઠક યોજી હતી અને પાણી પુરવઠા ના લગતા કામોમાં અગવડતા અથવા અડચણો બાબતે અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. નવસારી જિલ્લામાં મંજૂર થયેલા 120 કરોડના પૂર્ણા ટાઈડલ ડેમ નું કામ 25 વર્ષની મહેનત બાદ મંજૂર થયું છે અને મંજૂર થયેલું કામ એક વર્ષથી અટકી પડ્યું છે નવસારી ના પુર્ણા કાંઠા વિસ્તારના લોકો માટે પીવાની પાણીની સમસ્યાનો હલ કરી શકે એવો આ મહત્વનો પ્રોજેક્ટ છે જે શરૂ થઈ શક્યો નથી જે બાબતે પૂછતા તેમણે નજીકના સમયમાં કામ શરૂ કરી દેવામાં આવશે એવી બાંહેધરી આપી છે. સાથે કોડી પટેલ સમાજના લોકો સાથેની બેઠક અંગે સવાલ પૂછતા મંત્રીએ એ અંગે કોઈપણ જવાબ ન આપી નીકળી ગયા હતા