શોધખોળ કરો
Advertisement
ભારત બંધના સમર્થનમાં વિરોધ કરી રહેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની કરાઈ અટકાયત
ખેડૂત વિરોધી કાયદાને લઈને ભારત બંધના એલાને સફળ બનાવવા નીકળેલા કોંગ્રેસી ધારાસભ્યોની પોલીસે અટકાયત કરી હતી. ભાભર વાવ સર્કલ પાસે વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત કાયૅકરોએ હાઈવે પર ચકકાજામ કરીને દેખાવ કર્યો હતો. જો કે, પોલીસે તેમની અટકાયત કરી હતી. પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલને નજરકેદ કર્યા હતા, તો અમીરગઢ ઈકબાલગઢ હાઈવે પર ચક્કાજામ કરી રહેલા દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી ને પોલીસે ઝપાઝપી કરીને અટકાયત કરી હતી. તે સિવાય થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની પણ પોલીસે અટકાયત કરી હતી. જો કે જિલ્લામાં કલમ 144 લાગુ છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને છે જેને લઇને પોલીસ બંદોબસ્ત છે. કાંતિ ખરાડી અને ધારાસભ્ય મહેશ પટેલે સરકાર અને પોલીસના આ પગલાને ખેડૂતો નો અવાજ દબાવવાનું જણાવ્યું હતું. કોંગ્રેસી ધારાસભ્યો અને કોંગ્રેસી કાર્યકરો જિલ્લામાં વિરોધ કરે એ પહેલા જ પોલીસે અટકાયત કરી અને કાર્યવાહી કરી હતી.
ગુજરાત
Dwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોત
Mahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ
Gir Somnath:ગેરકાયદે માછીમારી કરનાર સામે કાર્યવાહી, 10 બોટ સંચાલકો સામે નોંધાઈ ફરિયાદ
Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત
Narmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement