Shravan Month 2025: શિવાલયોમાં ગુંજ્યો ‘હર હર મહાદેવ’નો નાદ | Abp Asmita | 25-7-2025
આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો હતો. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે પવિત્ર શ્રાવણ માસનો એક સપ્તાહ વહેલો શરૂ થયો હતો. આજથી શિવાલયો હર હર ભોલેના નાદથી ગૂંજી ઉઠશે. આ વર્ષે ચાર સોમવાર આવશે. શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ મહાદેવ, ઘેલા સોમનાથ મહાદેવ સહિતના અનેક પ્રાચીન દેવાલયોમાં ભક્તોની ભીડ જામશે. એક મહિના દરમિયાન વિશેષ પૂજન- અચર્ન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.
અમદાવાદના બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આજથી શરૂ થયેલો શ્રાવણ મહિનો 23 ઓગષ્ટના અમાસના દિવસે પૂર્ણ થશે. સોમનાથ ટ્રસ્ટ તરફથી શ્રાવણ માસમાં આવી ન શકનારા દર્શનાર્થીઓ માટે ઓનલાઈન પૂજાની પણ વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત મંદિર ટ્રસ્ટને એક મહિના દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે. ત્યારે યાત્રિકોની રહેવા, ભોજન અને દર્શન માટે સૂચારૂ વ્યવસ્થા ઉભી કરાઈ છે. સોમનાથ મહાદેવ મંદિરના સમયમાં શ્રાવણ મહિનાને લઈ ફેરફાર કરાયો હતો. દર સોમવાર અને અમાસના દિવસે વહેલી સવારે 4 વાગ્યે મંદિર ખુલશે. જ્યારે અન્ય દિવસોમાં સવારે સાડા પાંચ વાગ્યે મંદિર ખુલશે.




















