Narmada Dam | સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો, ડેમ 80 ટકા ભરાઈ ગયો
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં ધરખમ વધારો. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી. નર્મદા ડેમ સિઝન માં પ્રથમવાર સપાટી 132.80 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમમાં 3929 mcm લાઈવ સ્ટોરેજ પાણી . નર્મદા ડેમ 80 ટકા ભરાયો. રિવરબેડ પાવરહાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાલ હેડ પાવરહાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
નર્મદા ડેમમાં મોટી માત્રામાં પાણીની આવક થઈ રહી છે . નર્મદા ડેમના આવતીકાલે દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા. નર્મદા ડેમમાંથી 95 હજારથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. આવતીકાલે વહેલી સવારે ડેમ ના દરવાજા ખોલવામાં આવી શકે છે. નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે તો નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.