Talala Kesar Mango | હવે શિયાળામાં પણ તાલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ ચાખી શકશે!
હવે ફક્ત ઉનાળામાં જ નહીં..શિયાળામાં પણ તાલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ ચાખી શકશે. તાલાલા ગીરના ઉદયભાઈ કોડીયાતર નામના ખેડૂતે પોતાના 30 વીઘા જમીન પર કેસર કેરીનો બાગ ઉભો કર્યો છે. ચોમાસા દરમિયાન આંબા પર કેસર કેરીનું ફ્લાવરિંગ થયુ અને હવે તેમાં મોટી મોટી કેસર કેરી ઝુલતી જોવા મળી રહી છે.. આમ તો કેરીની સિઝન એપ્રિલ મહિનાથી શરૂ થતી હોય છે.. પરંતુ આ વર્ષે ઉદયભાઈ નામના ખેડૂતના બગીચામાં આ કમોસમી રીતે કેસર કેરી પાકી રહી છે.. આશ્ચર્યજનક રીતે બનેલી આ ઘટના પર ખેડૂત ઉદયભાઈનું કહેવુ છે કે બિન મોસમ કેરી આંબા પર આવી છે.. અને તેમણે કેસર કેરીના ચારથી પાંચ બોક્સ પણ ઉતાર્યા છે.. કેસર કેરીની નવી સિઝનને હજુ પાંચ મહિના જેટલો સમય બાકી છે.. પરંતુ આંબાના આ બાગમાં અનેક આંબા પર કેસર કેરી આવી છે જેની પાછળ ગ્લોબલ વોર્મિંગની અસર જવાબદાર હોય તેમ લાગી રહ્યું છે..


















