Patan Heavy Rain: સિદ્ધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
Patan Heavy Rain: સિદ્ધપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા
હવામાન વિભાગની આગાહી અનુસાર પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.. પાટણના સિદ્ધપુર શહેરમાં મોડીરાતે ધોધમાર વરસાદ ખાબક્યો હતો.. 5 ઈંચથી વધુ વરસાદ પડતા પાણી ભરાયા હતા..રસુલ તળાવ વિસ્તારમાં પાણી ભરાતા લોકો સંબંધીઓના ઘરે સ્થળાંતરિત થયા હતા.. પદમનાથ વિસ્તારમાં પાણી ભરાયા હતા.. વરસાદ ખબકતા પાટણથી 5 ગામને જોડતો રસ્તો બંધ થવાની શક્યતા છે.. હાઇવે પર 2 ફૂટ જેટલાં પાણી ભરાતા વાહનચલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે.. વરસાદી ઋતુમાં દર વર્ષે લોકોને મુશ્કેલી પડી રહી છે.. સિદ્ધપુર - કાકોશી હાઇવે પર સેદ્રાણા ચાર રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાયો હતો.. સિદ્ધપુર થી કાકોશી તરફ જવાનાં રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા..















