Kheda news : ખેડા-પંચમહાલને જોડતો મહિસાગર બ્રિજ શરૂ કરવાની માગ સાથે આંદોલન
ખેડાને પંચમહાલ જિલ્લા સાથે જોડતા બ્રિજને ફરીથી શરૂ કરવા ઉગ્ર રજૂઆત.. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ 10 જુલાઈએ સેવાલિયા નજીક આવેલ મહીસાગર નદી પરનો બ્રિજ બે મહિના માટે બંધ કરવાનો સ્થાનિક પ્રશાસને નિર્ણય કર્યો.. જો કે ત્રણ મહિના વિત્યા છતા બ્રિજ પુનઃ શરૂ ન કરાતા મહીસાગર અને વડોદરા જિલ્લાના સરપંચો ઠાસરા પ્રાંત કચેરી પર ભુખ હડતાળ પર ઉતર્યા.. સરપંચોનો આરોપ છે કે બે મહિના માટે બંધ કરાયેલ બ્રિજને ત્રણ મહિનાનો સમય વિતી ગયો.. છતા હજુ પણ બ્રિજ શરૂ ન કરાતા આસપાસના ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.. બ્રિજ બંધ હોવાથી રોડ પરના ધંધો-રોજગાર કરતા વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે.. એટલુ જ નહીં.. વાહન ચાલકોને પણ 15 કિલોમીટર ફરીને જવુ પડી રહ્યું છે.. સરપંચોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા પ્રાંત અધિકારીએ પણ દસ દિવસમાં બ્રિજ ફરીથી શરૂ કરવાની ખાતરી આપી..


















