Junagadh Rain । જૂનાગઢ જિલ્લાના સાસણગીર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
Junagadh Rain । જૂનાગઢ જિલ્લાના સાસણગીર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ
જૂનાગઢ જિલ્લાના સાસણગીર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો વરસાદ, જૂનાગઢ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો, જૂનાગઢના સાસણગીરમાં વરસ્યો વરસાદ, સમગ્ર વિસ્તારમાં અસહ્ય ગરમીના બફારા બાદ વરસાદનું આગમન થયું, જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે જિલ્લાના રસ્તાઓ પર પાણી વહેતા થયા, જૂનાગઢ સહીત અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું, જિલ્લામાં વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા, આજ પ્રકારે આગામી સાત દિવસ સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી કારણ કે રાજ્યમાં એક સાયકલોન સર્ક્યુલરની એક સિસ્ટમ સક્રિય બની છે, અને આજ સિસ્ટમના કારણે અત્યારે જિલ્લામાં વરસાદ જોવા મળ્યો, હવામાન વિભાગની મતે વરસાદની સાથે 30થી 40 કિલો મીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે, સમગ્ર જિલ્લામાં વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા જોવા મળી રહ્યું છે અને બીજી તરફ લોકોને ગરમીથી આંશિક રાહત પણ મળી રહી છે