Ahmedabad News: વડોદરાથી અપ-ડાઉન કરતા અને અમદાવાદ જતા મુસાફરો માટે રાહતના સમાચાર
વડોદરાથી અપ-ડાઉન કરતા અને અમદાવાદ જતા મુસાફરો માટે રાહતના સમાચાર. ડબલ-ડેકર સહિતની ટ્રેનોનું સંચાલન ફરી અમદાવાદ સ્ટેશન પર શરૂ કરાયું. કાલુપુર સ્થિત મુખ્ય રેલવે સ્ટેશનના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવતા કેટલીક ટ્રેન વટવા, મણિનગર અને સાબરમતી રેલવે સ્ટેશ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાંથી નવજીવન, એસી ડબલ ડેકર અને ગુજરાત ક્વીન સહિત ચાર ટ્રેન વટવાથી ફરી વખત કાલુપુર સ્ટેશને અને એક મણિનગર સ્ટેશને લઈ જવામાં આવશે. આ પાંચેય ટ્રેન ફરી વખત તેના જૂના સ્ટેશન પરથી જ ઉપડશે. જેને લઈ વડોદરાથી અપડાઉન કરનારા કે અમદાવાદ જનારા લોકોને અમદાવાદ મુખ્ય સ્ટેશન ફરીથી મળવાને કારણે દોડધામ ઓછી થશે.જ્યારે સાબરમતી રેલવે સ્ટેશન પરથી ઉપડતી જોધપુર, ચંડીગઢ, હિસ્સાર, બાડમેર, શ્રીગંગાનગર, ભુજ, બાંદ્રા, પોરબંદર સહિતના સ્ટેશનોની 19 ટ્રેનના સ્ટોપ સાબરમતી સ્ટેશન પર જ યથાવત રખાયા છે..




















