Prantij Accident: ડમ્પરની અડફેટે બે બાઈક સવારનું મોત, ભાગવા જતા ડમ્પર ચાલક પડ્યો કુવામાં
Prantij Accident: ડમ્પરની અડફેટે બે બાઈક સવારનું મોત, ભાગવા જતા ડમ્પર ચાલક પડ્યો કુવામાં
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બુધવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પિલુદ્રા રોડ પર હજીરપુરા ગામ નજીક રાત્રે 10:30 વાગ્યા પહેલા એક અજાણ્યા ડમ્પરે બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતમાં 25 વર્ષીય પુત્રનું મોત થયું છે. જ્યારે પિતા ગંભીર રીતે ઘવાયા હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઇક પર સવાર બાઈક પર સવાર ત્રીજા યુવાનનું પણ ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ગતરાત્રે મોયદ ગામના પિતા-પુત્ર સહિત અન્ય યુવક એક જ બાઇક પર જઇ રહ્યા હતા. ત્યારે, રાત્રિના સમયે અંદાજે 10:30 કલાકે એક પુરપાટ આવતાં ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ રોષે ભરાઈને ખનિજ ભરેલા ડમ્પરોને રોક્યા હતા. આ દરમિયાન એક ડમ્પરચાલક વાહન મૂકીને ભાગવા જતાં અંધારામાં કૂવામાં પડી ગયો હતો. સ્થાનિક લોકોએ તેને બહાર કાઢ્યો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.



















