શોધખોળ કરો
સાબરકાંઠામાં આ સરકારી ઓફિસમાં દારૂની મહેફિલ માણતા અધિકારીનો વીડિયો વાયરલ, જુઓ વીડિયો
આ વીડિયો સાબરકાંઠાના તલોદની આઈસીડીએસ ઓફિસનો છે. જ્યાં અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. એક હાથમાં મોબાઈલથી વાત કરી રહ્યા છે તો બીજા હાથમાં દારૂનો ગ્લાસ છે. વિષ્ણુસિંહ નામના આ કર્મચારીનો ઓફિસમાં દારૂ પીતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સરકારી ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થતા હવે તપાસના આદેશ અપાયા છે. આ અંગે તાલુકા ICDS અધિકારી તેજલ શાહનો સંપર્ક કરતા તેમને કહ્યું કે શરાબ પીનારો કર્મચારી વિષ્ણુસિંહ તલોદ ICDS ઓફિસમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે. હાલ તેને નોટિસની બજવણી કરી દેવામાં આવી છે અને કર્મચારી સામે આકરી કાર્યવાહીની તાલુકા ICDS ખાતરીએ આપી
ગુજરાત
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ

















