Lavingji Thakor News: પાટણના રાધનપુર ભાજપના MLA લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ
રાધનપુરના ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર લાગ્યો સરપંચોને ગ્રાન્ટ ન આપવાનો આરોપ. બાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ માણેકબેન સોલંકીના પતિ મુકેશભાઈ સોલંકીએ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવને લેખિતમાં કરી રજૂઆત. લેખિતમાં રજૂઆત કરતા મુકેશ સોલંકીએ આરોપ લગાવ્યો કે ધારાસભ્ય ગ્રાન્ટ ન આપતા હોવાથી ગામડાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.. રજૂઆત કરવા ચતા પણ ગ્રાન્ય આપવામાં આવતી નથી. કેટલીક ગ્રામ પંચાયતમાં ધારાસભ્યએ એકપણ ગ્રાન્ટ આપી નથી. એટલુ જ નહીં.. અંગત હોય તેવા જ સરપંચોને લવિંગજી ગ્રાન્ટ આપતા હોવાનો મુકેશ સોલંકીએ આરોપ લગાવ્યો.
પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવી લવિંગજી ઠાકોરે કહ્યું કે હું કોઈની સાથે ભેદભાવ નથી કરતો.. મારા માટે કોઈ અંગત નથી, બધા સમાન હોય છે..



















