Junagadh Rains : જૂનાગઢના મેંદરડા તાલુકામાં ધોધમાર વરસાદથી સ્થિતિ બની વિકટ
જૂનાગઢના મેંદરડા તાલુકામાં ધોધમાર વરસાદથી સ્થિતિ બની વિકટ. મેંદરડા તાલુકાના આલિધ્રા ગામમાં ઘૂસ્યા પાણી. કોઝવે પર પાણી ફરી વળતા અવરજવર થઈ બંધ
જૂનાગઢના મેંદરડામાં ધોધમાર વરસાદની સ્થિતિ વિકટ બની રહી છે. મેંદરડા તાલુકાના આલિધ્રા ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. કોઝવે ઉપર પાણી ફરી વળતાં અવરજવર બંધ કરવાની ફરજ પડી છે. જૂનાગઢના મેંદરડાના દ્રશ્યો જ્યાં તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો, જેને કારણે હવે સ્થિતિ વિકટ બનવા પામી છે. મેંદરડા તાલુકાના આલીધ્રા ગામમાં અત્યારે વરસાદી પાણીનો જમાવડો પણ જોઈ શકાય છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. આ ગામ બેટમાં ફેરવાયું હોય તેવી પરિસ્થિતિ છે. અત્યારે કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યા છે, જેને કારણે ગામ સંપર્ક વિહોણા બન્યા છે. એક ગામથી બીજે ગામ, નદી પાર સીમથી ગામમાં કે ગામથી સીમમાં જવું પણ અત્યારે મુશ્કેલ બન્યું છે, કારણ કે કોઝવે ઉપર પણ અત્યારે પાણી ફરી વળ્યા છે. ઉપરવાસમાં સતત વરસાદને કારણે નદી-નાળાઓ પણ અત્યારે ઉફાન પર જોવા મળી રહ્યા છે.

















