(Source: ECI/ABP News/ABP Majha)
રથયાત્રા અંગે સરકાર અત્યારે બનાવી રહી છે ત્રણ એક્શન પ્લાનઃ સૂત્ર
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાની હવે બસ ઘડીયો ગણાઈ રહી છે. ત્યારે હજુ રાજ્ય સરકારે રથયાત્રાને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી કર્યો પરંતુ સરકાર અત્યારે ત્રણ એક્શન પ્લાન બનાવી રહી છે. જે દિવસે રથયાત્રા નીકળવાની હોય ત્યારે રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુ લગાવવામાં આવી શકે છે જેથી કરીને લોકોની ભીડ એકત્રિત ન થાય અને સંક્રમણનો ડર ન રહે. બીજો એક્શન પ્લાન રથયાત્રાના સમય મર્યાદામાં ઘટાડો કરાય અને ત્રીજો એક્શન પ્લાન જો સંક્રમણનો ફેલાવાનો ડર રાજ્ય સરકારને સતાવતો હોય તો મંદિર પરિસરની બહારથી લઈને જમાલપુર દરવાજા આ રથયાત્રા નિજ મંદિરે પરત ફરે તેવી વિચારણા સરકાર કરી રહી છે. જોકે મંદિર ટ્રસ્ટે અત્યારે તૈયારીઓ આરંભી દીધી છે. મંદિરમાં લોકો મગનો પ્રસાદ અર્પણ કરવા માટે આવે છે સાથે જ દોઢસો જેટલા ખલાસીઓ વેક્સિનેશન સાથે રથયાત્રામાં ખેંચવા માટે જોડાય તેવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે