Anand Accident : આણંદના વલાસણ નજીક રફ્તારનો કહેર , કારનું ટાયર બદલતા પાંચને કારે ઉડાવ્યા
આણંદના વલાસણ ગામ નજીક રફ્તારનો કહેર.. પંચર પડેલ કારનું વ્હિલ બદલી રહેલા પાંચ લોકોને બેફામ આવતી સ્વિફ્ટ કારે અડફેટે લીધા.. નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળી સ્વિફ્ટ કારે ટક્કર મારતા પાંચેય લોકો રસ્તા પર ફંગોળાયા હતા.. અકસ્માત બાદ કાર ઘટનાસ્થળ પર જ મુકીને આરોપી ચાલક ફરાર થઈ ગયો હતો.. અકસ્માતની ઘટના બાદ લોકોના પણ ટોળા ઉમટ્યા હતા.. અકસ્માતમાં ઈજાગ્રસ્ત ચાર લોકોને સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.. કારની તપાસ કરતા કારમાંથી પોલીસનો પટ્ટો, બોડીવોર્ન કેમેરો, સરકારી પરિપત્રો સહિતની ચીજવસ્તુઓ અને દસ્તાવેજો પણ મળી આવ્યા હતા.. વિદ્યાનગર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને તમામ મુદ્દામાલ જપ્ત કરીને ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે..
















