Swaminarayan Gurukul School controversy: જામનગરના નાઘેડી નજીક સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલ વિવાદમાં
જામનગરના ખંભાળિયા હાઈવે પર નાઘેડી ગામ પાસે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ શાળા આવી વિવાદમાં. કારણ હતું શિક્ષકે વિદ્યાર્થીનું મુંડન કરવાનો પ્રયાસ કર્યો. સ્પોર્ટ્સ ટીચર ધનંજયે વિદ્યાર્થી માથામાં તેલ નાખીને આવતા ગુસ્સે ભરાયા અને કાન નજીકના માથાના વાળ બ્લેડથી કાપી, મુંડન કરવાનો પ્રયાસ કર્યો. જે બાદ હોબાળો મચી ગયો. ધોરણ 4માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલીએ આ મામલે શાળામાં અને જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં ફરિયાદ કરી. જિલ્લા શિક્ષણાધિકારીએ મામલાની તપાસ તાલુકા શિક્ષણ અધિકારીને સોંપી અને રિપોર્ટના આધારે કાર્યવાહી કરવાની વાત કરી. તો બીજી તરફ શાળાના ડિરેક્ટર ખુદ કબૂલી રહ્યા છે કે ન માત્ર આ એક વિધાર્થી પણ અન્ય ત્રણથી ચાર વિદ્યાર્થીઓ સાથે આવી ઘટના બની છે. વિધાર્થીઓએ વાળ ટૂંકા ન રાખતા ત્રણ વિધાર્થીઓના વાળ શિક્ષકે કાપી નાખ્યા હતા. શિક્ષકના આવા પ્રકારના કૃત્યથી છુટા કરી દેવાયા. જે એક મહિના પહેલા જ શાળામાં આવ્યા હતા. સવાલ એ છે કે જ્યારે આવી ઘટના બની ચુકી છે છતા શાળા સંચાલકો કેમ ચુપ રહ્યા. શિક્ષણ વિભાગ પણ શું કાર્રવાહી કરશે તેની રાહ જોવાઈ રહી છે.


















