Gujarat Cabinet Expansion : દાદાના નવા મંત્રીમંડળમાં આ નેતાઓને મળ્યો સ્વતંત્ર હવાલો
ગુજરાત સરકારના મંત્રીમંડળનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. આજે તમામ નવા મંત્રીઓએ શપથ લીધા છે. 26 ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા છે. જેમાં હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે જ્યારે 9 ધારાસભ્યોને કેબીનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા છે તો બીજી તરફ ઇશ્વર પટેલ, પ્રફુલ પાનસેરીયા અને મનિષા વકીલને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોપવામાં આવ્યો છે. રિવાબા જાડેજા સહિત 13 ધારાસભ્યનો રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે.
ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ડો. મનીષા વકીલે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપશ લીધા.
પૂનમચંદ બરંડા, સ્વરૂપજી ઠાકોર,રીવાબા જાડેજા રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા. ત્રિકમ છાંગા, કમલેશ પટેલ,સંજયસિંહ મહિડા,કૌશિક વેકરિયા, પ્રવિણ માળી,ડૉ. જયરામ ગામિત, કાંતિ અમૃતિયા,રમેશ કટારા,દર્શનાબેન વાઘેલા, ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા અને મનિષા વકીલ રાજ્ય કક્ષાના મંત્રીના શપથ લીધા હતા.















