Narmada Rain news: ડેડિયાપાડાથી મોવી જતા માર્ગ પર પુલ ધોવાતા વાહન વ્યવહાર ઠપ્પ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી મોવી જવાના માર્ગ પર યાલ ગામ નજીક પુલ ફરી ધોવાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે. ડેડિયાપાડા તાલુકાના મુખ્યમથક રાજપીપળા સાથે જોડતા માર્ગ યાલ ગામનો પુલ ગત ચોમાસા દરમિયાન પણ તૂટી ગયો હતો. ત્યારબાદ આ પુલ અત્યાર સુધીમાં ત્રણ વખત વરસાદી પાણીમાં તૂટી ગયો છે. બે વખત 65 લાખથી વધુના ખર્ચે પુલનું રિપેરીંગ કરવામાં આવ્યું હતું. હવે ફરીથી 25 લાખનો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ છે. મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનો રાજપીપળા તરફ જવા માટે આ રોડનો ઉપયોગ કરે છે. આ માર્ગ પર દૈનિક બેથી ત્રણ હજાર જેટલા વાહનોની અવરજવર રહે છે. હાલ તો પુલ તૂટી જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. હાલ વાહનોને નેત્રંગના રસ્તે ડાયવર્ટ કરાતા વાહનચાલકોને 30 કિમીનો ફેરો થઈ રહ્યો છે. હાલ તો કામચલાઉ ધોરણે બ્રિજમાં ભૂંગળા નાંખી નાના વાહનો માટે વાહન વ્યવહાર શરૂ કરી દેવાયો છે....

















