Gujarat Rain Forecast: ગુજરાતમાં તૂટી પડશે કમોસમી વરસાદ, કાલે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
આવતીકાલે એટલે કે 25 અને 26 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દક્ષિણ-પૂર્વ અરબ સાગર પર એક ડિપ્રેશન યથાવત્ છે.. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં રહેશે વરસાદી માહોલ. 29 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસી શકે છે હળવોથી મધ્યમ વરસાદ. 25 ઓક્ટોબરે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલી, ડાંગ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન.. 25 અને 26 તારીખે માછીમારોને દરિયો ન ખેડવાની અપાઈ સલાહ.
દક્ષિણ પૂર્વ અરબ સાગર પર એક ડિપ્રેશન યથાવત છે.. જેને લઈને હવામાન વિભાગે આજથી 29 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે 25 અને 26 ઓક્ટોબરે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.. જ્યારે મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આજે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે..

















