US Visa: અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહ
અમેરિકા વિઝા રિન્યુઅલ માટે ભારતીયોએ જોવી પડશે વધુ રાહ. છેલ્લા 12 મહિનામાં જે નોન-ઈમિગ્રન્ટ કેટેગરીમાં વિઝા પૂરા થયા હોય તે જ કેટેગરીમાં વિઝા રિન્યુ કરાવતા અરજદારોને જ ડ્રોપબોક્સ સુવિધા મળશે. અમેરિકાએ વિઝા ઈન્ટરવ્યૂ વેવર અથવા ડ્રોપબોક્સ પ્રોગામ હેઠળ ભારતીયો માટેના એપોઈન્ટમેન્ટ રૂલ્સમાં ફેરફાર કર્યો છે. ડ્રોપબોક્સ હવે ફક્ત એવા અરજદારો માટે ઉપલબ્ધ રહેશે કે જેઓ છેલ્લા 12 મહિનામાં નોન- ઈમિગ્રેન્ટ કેટેગરીમાં વિઝા પૂરા થયા હોય એ જ કેટેગરીમાં વિઝા રિન્યુ કરાવી રહ્યા હોય. ડ્રોપબોક્સ પ્રોગામ પાત્રતા ધરાવતા લોકો માટે યુએસ એમ્બસી અને કોન્સ્યુલેટમાં રૂબરૂ વિઝા ઈન્ટરવ્યૂમાં હાજરી આપવાની જરૂરિયાત વિના જ વિઝા રિન્યુઅલ પ્રક્રિયાને સરળ બનાવે છે. વિઝા વેવર પ્રોગામ ચોક્કસ દેશના નાગરિકોને વિઝા મેળવ્યા વિના 90 દિવસ કે તેથી ઓછા સમય માટે પર્યટન કે બિઝનેસ માટે અમેરિકાની મુસાફરી કરવાની મંજૂરી આપે છે.




















