શોધખોળ કરો
જામનગરની જીજી કોવિડ હોસ્પિટલમાં ફાયરબ્રિગેડે યોજી મોકડ્રીલ, જુઓ વીડિયો
રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગની ઘટના બાદ જામનગરમાં ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા જીજી હોસ્પિટલમાં આવેલ કોવીડ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કર્યું હતું અને સુરક્ષાના માપદંડો ચકાસવામાં આવ્યા હતા. જેમાં ખુદ મ્યુનિસિપલ કમિશ્નર સતીશ પટેલ સહિત હોસ્પિટલના તબીબો અને સ્ટાફ હાજર રહ્યા હતા. ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે રાજકોટની હોસ્પિટલની ઘટના બાદ જામનગરમાં આવેલી તમામ કોવીડ હોસ્પિટલની પુનઃ સમીક્ષા કરવામાં આવી રહી છે. જે હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નહિ હોય તેની સામે કડક પગલા લેવામાં આવશે. જામનગરની 64 ખાનગી હોસ્પિટલો એવી છે જેની પાસે ફાયરસેફટી સિસ્ટમ નથી તેવી હોસ્પિટલોને આખરી નોટીસ પાઠવી દેવામાં આવી છે.
આગળ જુઓ





















