શોધખોળ કરો
મહેસાણા નગરપાલિકામાં ચીફ ઓફિસર મનમાની ચલાવતા હોવાનો આરોપ, જુઓ વીડિયો
મહેસાણા નગર પાલિકામાં અધિકારી રાજ ચાલતું હોવાની ફરિયાદ ઉઠી છે. ખુદ નગર પાલિકાના પ્રમુખે ચીફ ઓફિસરના કામ કાજ ઉપર સવાલ ઉઠાવ્યા છે કે પ્રમુખના લેખિત ઇનકાર છ્તા ચીફ ઓફિસરે 44.58 લાખ ચૂકવી દીધા છે. મહેસાણા શહેર એક અને બે નું ગટર લાઇન નું કામ સુરતની વેસ્ટ કોર્પોરેશન નામની કંપનીને આપેલ છે. ભાજપ સાશિત નગર પાલિકા પ્રમુખ નવીન પરમારે નાણાં નહીં ચૂકવવા નગર પાલિકા ચીફ ઓફિસર ને તાકીદ હતી તેમ છતાં ચીફ ઓફિસરે 44.58 લાખ ચૂકવી દીધા જેને લઈ વિવાદ ઉભો થયો છે.
આગળ જુઓ





















