Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
જામનગરમાં આપની સભા દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયાની ગૂંજ ગાંધીનગરથી લઈ દિલ્લી સુધી પહોંચી. ઈટાલિયા પર ફેંકાયેલા જૂતા મુદ્દે આપ કોંગ્રેસ બંનેના દિગ્ગજો વચ્ચે સોશલ મીડિયા પર વોર શરૂ થયું. ઈટાલિયા પર જૂતું ફેંકનારને કોંગ્રેસનો કાર્યકર્તા ગણાવી દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે પોસ્ટ કરી. એટલું જ નહીં કોંગ્રેસ અને ભાજપ બંને આપની સામે એક થયા હોવાનો પણ કેજરીવાલે આરોપ લગાવ્યો. આપની વધેલી લોકપ્રિયતાથી ભાજપ અને કોંગ્રેસને હલાવી દીધાનો કેજરીવાલે દાવો કર્યો. તો કેજરીવાલની પોસ્ટનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ સોશલ મીડિયા પર સણસણતો જવાબ આપ્યો. જૂતા ફેંકવાની સંસ્કૃતિ આપ અને ભાજપની હોવાનું જણાવી ગુજરાતમાં આપ ગંદકી ફેલાવતી હોવાનું પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટીનો હેતુ ભાજપને મદદ કરતો હોવાનો પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો..સાથે જ આમ આદમી પાર્ટીને છલ, દગો અને ગદ્દારી કરવાનું હોવાનું કહી પોસ્ટની અંદર જ હેમંત ખવાનો ફોટો પણ જોડ્યો.
જૂતા ફેંક રાજનીતિ વચ્ચે AAP સંયોજક કાલે ગુજરાતમાં. અરવિંદ કેજરીવાલ આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાતની પ્રવાસે. કેજરીવાલની ગુજરાત મુલાકાતથી ફરી સૌરાષ્ટ્રની રાજનીતિમાં ઉભરો. કાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર પહોંચશે અરવિંદ કેજરીવાલ. 8 ડિસે.ના કેજરીવાલ કરશે પત્રકાર પરિષદ. 8 ડિસે.ના બોટાદના ખેડૂતો સાથે કેજરીવાલ કરશે બેઠક. 9 ડિસે.ના કેજરીવાલ આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની કરશે મુલાકાત.



















