શોધખોળ કરો
ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં કોગ્રેસ સાથે ગઠબંધન તોડવા પર છોટુ વસાવાએ શું કહ્યુ?
ભરૂચ અને નર્મદા જિલ્લા પંચાયતમાં BTP અને કૉંગ્રેસનું ગઠબંધન તૂટી ગયું છે. BTPના છોટુ વસાવાએ ટવીટ કરીને આ માહિતી આપી છે. ગઈકાલે BTPએ રાજસ્થાનની ગેહલોત સરકારને આપેલું સમર્થન પણ પરત ખેંચ્યું હતું. રાજસ્થાનમાં દગો થયો હોવાથી કૉંગ્રેસ સાથે પણ ગઠબંધન તોડ્યાનું છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું. આ ગઠબંધન તૂટવાથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ અસર નહીં થાય તે પણ જણાવ્યું હતું. BTP કોઈ પણ પક્ષને સાથ નહીં આપે.
આગળ જુઓ




















