શોધખોળ કરો
પશ્વિમ બંગાળ કરતા ગુજરાત સરકારે વધુ પેકેજ આપ્યુંઃ સીઆર પાટીલ
ગાંધીનગરના કમલમમાં ભાજપની કોર ગ્રુપ ટીમની બેઠક પૂર્ણ થઇ છે. બેઠકમાં સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ જાળવવા ભૂપેંદ્ર યાદવ પ્રભારીએ સુચના આપી અને કહ્યું, સરકાર અને સંગઠન વચ્ચેના મતભેદોના મેસેજ લોકો સુધી પહોંચ્યા છે. સાથે 2022ની ચૂંટણીને ધ્યાને રાખી અત્યારથી જ રણનીતિ ઘડવાનું સૂચન પ્રભારી ભૂપેંદ્ર યાદવે આપ્યું છે. બેઠકમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા..સીઆર પાટીલે કહ્યું, બેઠકમાં 2022ની ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી છે. પ્રભારીએ અમારા દરેક સૂચનો સાંભળ્યા છે.
આગળ જુઓ





















