શોધખોળ કરો
''MP તરીકે ચાલુ હશો તો સરકારી ખર્ચે બધુ ટ્રિટમેન્ટ થશે'', મનસુખ વસાવાને કોણે આપી બાંહેધરી?
ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાને મનાવવામાં ભાજપ સફળ રહ્યું હતું. મનસુખ વસાવાએ રાજીનામુ પાછું ખેંચ્યું છે.મુખ્યમંત્રી રૂપાણી અને કેબિનેટ મંત્રી ગણપત વસાવા સાથે મુલાકાત કર્યા બાદ મનસુખ વસાવાએ રાજીનામું પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલનું કહેવું છે કે, તમારા સ્વાસ્થ્ય માટે સરકાર ચિંતા કરશે અને તમે એમ.પી. (સાંસદ) તરીકે ચાલુ રહેશો તો સરકારી ખર્ચે બધી સારવાર થશે.
આગળ જુઓ




















