શોધખોળ કરો
Sabarkantha BJP Candidate Protest | શોભનાબેન સામે ઉકળતો ચરુ, ભીખાજીના સમર્થનમાં લોકો રસ્તા પર
Lok Sabha Election 2024: સાબરકાંઠા બેઠક પર ભાજપમાં ભડકો થયો છે, આજે વહેલી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કાર્યકરોએ ભાજપના નવા ઉમેદવાર શોભના બારૈયાનો પુરજોશમાં વિરોધ શરૂ કર્યો છે. હિંમતનગર તાલુકા પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહ ઝાલાએ એક પત્ર લખીને ઉમેદવારની ઉમેદવારીનો વિરોધ કર્યો હતો, આ પછી બન્ને જિલ્લાના ભાજપના કાર્યકરો હિંમતનગર જિલ્લા ભાજપના કાર્યાલય પર પહોંચ્યા છે. અહીં હાલમાં શોભના બારૈયાની ઉમેદવારીનો જોરદાર વિરોધ નોંધવવામાં આવ્યો છે. વિરોધ કરનારાઓનું કહેવું છે કે, શોભના બારૈયા ભાજપની કાર્યકર નથી, તેમને પક્ષ માટે કામ નથી કર્યું.
આગળ જુઓ




















